PM મોદી આજે દેશવાસીઓ સાથે કરશે `મન કી બાત`, 62મી શ્રેણીનું સવારે 11 વાગ્યાથી પ્રસારણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા સવારે 11 વાગે દેશવાસીઓને સંબોધિત કરશે. મન કી બાતની આ 62મી શ્રેણી છે. ગત મહિને મન કી બાતનું પ્રસારણ 26મી જાન્યુઆરીએ થયું હતું.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા સવારે 11 વાગે દેશવાસીઓને સંબોધિત કરશે. મન કી બાતની આ 62મી શ્રેણી છે. ગત મહિને મન કી બાતનું પ્રસારણ 26મી જાન્યુઆરીએ થયું હતું. અત્રે જણાવવાનું કે વર્ષ 2014 બાદથી પીએમ મોદી દ્વારા પ્રત્યેક માસના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમનું રેડિયો પ્રસારણ થાય છે. ગત મહિને ગણતંત્ર દિવસના સમારોહના કારણે મન કી બાત કાર્યક્રમનો સમય બદલીને સાંજે 6 વાગ્યાનો કરાયો હતો. સામાન્ય રીતે આ કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 વાગે થાય છે.
આ અગાઉ 26 જાન્યુઆરીના રોજ વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે દિવસ બદલાય છે, અઠવાડિયા બદલાય છે, મહિના બદલાય છે, વર્ષ બદલાય છે, પરંતુ ભારતના લોકોનો ઉત્સાહ અને અમે પણ કઈ કમ નથી, અમે પણ કઈંક કરતા રહીશું. Can do... આ Can doનો ભાવ, સંકલ્પ બનીને ઉભરી રહ્યો છે.
પદ્મ-એવોર્ડ બન્યો પીપલ્સ એવોર્ડ
રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યું કે 2020ના પદ્મ પુરસ્કારો માટે આ વર્ષે 46 હજારથી વધુ નામાંકન મળ્યાં. આ સંખ્યા 2014ની સરખામણીએ 20 ગણા કરતા વધુ છે. આ આંકડો જન જનના એ વિશ્વાસને દર્શાવે છે કે પદ્મ એવોર્ડ હવે પીપલ્સ એવોર્ડ બની ગયો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube